ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ત્રણેક મહિના બાકી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના શહેરોની મુલાકાતો લઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરના દિવસે સુરત આવશે.વડાપ્રધાન મોદીનો સુરત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદીના રૂટના રસ્તાઓ ની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે. ત્યારે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગોડાદરા મહર્ષિ આસ્તિક સ્કૂલ પાસે હેલીપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હેલીપેડથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હેલીપેડથી વડાપ્રધાન મોદી રોડ શો કરીને હજારો લોકોનો સંપર્ક કરશે. ત્યારબાદ નીલગીરી સર્કલ ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવશે.