Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શનિવાર એટલે કે 1લી એપ્રિલ ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી છે. જેને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારા ભક્તોની તમામ મનોકામનાઓ વિષ્ણુની કૃપાથી પૂર્ણ થાય છે. શનિવારે એકાદશી હોવાને કારણે જો તમે આ દિવસે શનિદેવની પૂજા કરો છો તો કુંડળીના ગ્રહ દોષો શાંત થઈ શકે છે.


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, શનિવાર અને એકાદશીના યોગમાં કાળા તલ અને તેલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્ય અક્ષય પુણ્ય આપે છે, જેની શુભ અસર જીવનભર રહે છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત વિશે જણાવ્યું હતું.

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી માહાત્મ્ય નામના અધ્યાયમાં વર્ષની તમામ એકાદશીઓ કહેવામાં આવી છે. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા રહે છે.

જાણો એકાદશી પર કયા- કયા શુભ કાર્યો કરી શકાય છે
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરો. તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં ચોખા અને લાલ ફૂલ ચઢાવો, પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ઘરના મંદિરમાં પૂજા કરો.

સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો. ગણપતિને જળ, પંચામૃત અને પછી જળ અર્પણ કરો. હાર- ફૂલ અને નવા વસ્ત્રો અર્પણ કરો. લાડુનો ભોગ ચઢાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો.

ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનો સંકલ્પ લો. કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરો. નવા વસ્ત્રો અર્પણ કરો. ફૂલથી શૃંગાર કરો. ચંદનથી તિલક કરો. અગરબત્તી પ્રગટાવો. તુલસી સાથે મીઠાઈઓ અને મોસમી ફળોનો ભોગ ચઢાવો. આ બાદ આરતી કરો. પૂજા કર્યા પછી ક્ષમા માગો અને પ્રસાદ વહેંચો અને તમે પણ લો. તેવી જ રીતે બાલ ગોપાલની પણ પૂજા કરવી જોઈએ.