દુનિયાભરમાંથી આવનારા પર્યટકોને કારણે પરેશાનીઓથી ઝઝૂમી રહેલા ગ્રીસે મોટો નિર્ણય લીધો છે. ગ્રીસના પીએમ કિરિયાકોસ મિત્સોટાકિસે અર્થવ્યવસ્થા પર તેમના વાર્ષિક સંબોધનમાં કહ્યું કે પ્રવાસન મહત્ત્વપૂર્ણ સંસાધનો અને નોકરીઓ સાથે અર્થવ્યવસ્થાનું સમર્થન કરે છે, પરંતુ તેનો પોતાનો ખાસ સામાજિક પ્રભાવ પણ છે.
તેમણે કહ્યું કે ક્રૂઝ જહાજોના કારણે વર્ષના કેટલાક મહિનામાં કેટલાક દ્વીપોની છબી વિશે ખૂબ ચિંતિત છે, માટે આ અઠવાડિયાના અંત સુધીમાં વધતી પ્રવાસીઓની ભીડ સાથે સંઘર્ષ કરતા ટાપુઓને જોતા કેટલાક પ્રભાવોને રોકવાના હેતુથી કેટલાક ઉપાયો પ્રસ્તાવિત કર્યા છે. તેમણે કહ્યું કે સમસ્યાનો સામનો કરવા ક્રૂઝ ડોકિંગ શુલ્કમાં વધારો કરાશે. આ શુલ્ક માયકોનોસ અને સેન્ટોરિની જેવા લોકપ્રિય દ્વીપો માટે હજુ વધુ વધારાશે, જ્યાં અધિકારી અને નિવાસી પ્રતિબંધોની માંગ કરી રહ્યા છે.
પીએમ મિત્સોટાકિસે કહ્યું કે અમારી પાસે પ્રવાસન માટે વધુ એક ખૂબ સફળ વર્ષ રહ્યું છે, જેથી આ ક્ષેત્રે એક પછી એક રેકોર્ડ બનાવ્યા છે. તેમણે કહ્યું કે સિઝન દરમિયાન આ દ્વીપો માટે શુલ્ક વધીને 20 યુરો થઈ જશે, જે સેન્ટોરિની માટે હાલના 35 સેન્ટના શુલ્કથી ઘણો વધુ છે. તેમણે કહ્યું કે વધારાની આવકનો કેટલોક ભાગ સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવશે.