Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ આફ્રિકામાં 15મી બ્રિક્સ સમિટના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાથ મિલાવતા જોવા મળ્યા હતા. પ્રેસ-કોન્ફરન્સની શરૂઆત પહેલાં બંને નેતાઓ વચ્ચે થોડીક સેકન્ડો સુધી વાતચીત થઈ હતી. અગાઉ નવેમ્બર 2022માં પીએમ મોદી અને શી જિનપિંગે ઈન્ડોનેશિયામાં આયોજિત G-20 સમિટમાં સરહદ વિવાદ અંગે વાત કરી હતી, જેની જાણકારી આ વર્ષે આપવામાં આવી હતી.

બીજી તરફ, બ્રિક્સ સંગઠનમાં સામેલ થવા માટે 6 નવા દેશને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, યુએઈ, ઈજિપ્ત, ઈથોપિયા અને ઈરાનનો સમાવેશ થાય છે. તેઓ 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સના કાયમી સભ્ય બની જશે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની બેઠકમાં આ દેશોને સંગઠનના સભ્ય બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં હસ્તાક્ષર કરાયેલ બ્રિક્સના ઘોષણાપત્રમાં, યુએનએસસીમાં બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકાના કાયમી સભ્યપદની માગ કરવામાં આવી હતી. આ સિવાય પ્રેસ કોન્ફરન્સ બાદ મોદીએ ઈથોપિયા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.