Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિદેશ યાત્રા દરમિયાન ક્રેડિટ કાર્ડથી કરેલી ચૂકવણી હવે ટેક્સના દાયરા હેઠળ આવી શકે છે. નાણા મંત્રાલયે RBIથી વિદેશના પ્રવાસ દરમિયાન કરેલી ક્રેડિટ કાર્ડથી ચૂકવણીને આરબીઆઇની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ લાવવા પર ધ્યાન આપવા કહ્યું છે. તેનો હેતુ આવા ખર્ચના સ્ત્રોત પર ટીસીએસથી બચવાની રીત બનતા રોકવાનો છે. શુક્રવારે લોકસભામાં ફાઇનાન્સ બિલ રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે વિદેશ પ્રવાસ પર ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવણી LRS અંતર્ગત થતી નથી.


આ પ્રકારની ચૂકવણી ત્યારબાદ ટીસીએસથી બચી જાય છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્કથી અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વિદેશ પ્રવાસ દરમિયાન ક્રેડિટ કાર્ડ ચૂકવણીને એલઆરએસ અને ટીસીએસના દાયરા હેઠળ લાવવા પર ધ્યાન આપે.

વૈશ્વિક સ્તરે ભલે સતત મોંઘવારી વધી રહી હોય, કોરોના મહામારીનો ભય હજુ હળવો થયો ન હોય પરંતુ ભારતીયો વિદેશ પ્રવાસ ખેડવામાં એટલા જ ઉત્સુક છે. કોરોના મહામારીના બે વર્ષ વિદેશી પ્રવાસ ખેડી ન શકનારા છેલ્લા બે વર્ષથી વિશ્વના અનેક સ્થળો પર પ્રવાસ કરવા આતુર હતા. ભારતીયો માટે અમેરિકા, યુરોપ પસંદગીના દેશ છે. ચાલુ વર્ષે પણ ભારતીયો વિદેશ પ્રવાસની સંખ્યામાં સરેરાશ 10 ટકાથી વધુ ગ્રોથ જોવા મળે તેવો અંદાજ છે. વિશ્વના અનેક દેશોની ઇકોનોમી ટૂરીઝમ સેક્ટર પર નિર્ભર રહી છે.