Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દ્વારા સોમવારે ‘ગ્રૂમિંગ ગેંગ્સ’નો સામનો કરવા માટે નવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. બાળકો અને યુવતીઓનાં યૌનશોષણ માટે જવાબદાર ગુનેગારો સામે કડક કાર્યવાહી માટે આ ટાસ્ક ફોર્સમાં વિશેષજ્ઞ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે.


બ્રિટનમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ઘણી ગેંગ પકડાતી નથી. બીજી તરફ પોલીસ એશિયન મૂળના ગુનેગારોને પકડવામાં આનાકાની કરે છે, જેથી જાતિવાદનો આરોપ ન લાગે. નવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરતાં પહેલા સુનકે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા તે મારી પ્રાથમિકતા છે. ગ્રૂમિંગ ગેંગ ટાસ્ક ફોર્સ સ્થાનિક પોલીસની મદદ કરશે. સુનકે ચેતવણી આપી હતી કે રાજકીય શુદ્ધતાએ અમને લાંબા સમય સુધી બાળકો અને મહિલાઓને શિકાર બનાવતા ગુનેગારો પર અકુંશ લગાવવાથી અટકાવ્યા હતા. ડેટા વિશ્લેષકો પોલીસ-રેકોર્ડ્સ, વંશીય ડેટા અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ગુનેગારોને ઓળખવા માટે ટાસ્ક ફોર્સ સાથે કામ કરશે.

ટાસ્ક ફોર્સમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે જેમને ગ્રૂમિંગ ગેંગની તપાસ કરવાનો બહોળો અનુભવ હોય. તેઓ ગેંગને જડમૂળથી ઉખેડવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે દેશભરના દળોને જરૂરી મદદ પૂરી પાડશે. મહિલાઓ બાળકો ગંભીર ગુનાઓ ભોગ બનતા હોવાનું ધ્યાને આવતા બ્રિટનના વડાપ્રધાન દ્વારા અપરાધીઓને અંકુશ કરવા આકરી કાર્યવાહી કરવા જઇ રહ્યા છે.