ગાઝામાં ત્રણ સ્થળોએ મંગળવારે હમાસ વિરુદ્ધ દેખાવો થયા હતા, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. લોકોએ હમાસને આતંકવાદી સંગઠન ગણાવ્યું અને તેને સત્તા છોડવાની માંગ કરી હતી.
ઇઝરાયલ-ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હમાસ વિરુદ્ધ એકજૂટ થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો ‘હમાસ બહાર જાઓ, હમાસ આતંકવાદી છે’, ‘અમે હમાસને જડમૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ’ જેવા નારા લગાવી રહ્યા હતા.
વિરોધ કરી રહેલા લોકોએ 'યુદ્ધ બંધ કરો' અને 'બાળકો પેલેસ્ટાઈનમાં રહેવા માંગે છે' એવા પોસ્ટર હાથમાં લઈને બેઠા હતા. હમાસના આતંકીઓએ વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો તેઓએ તેમને માર પણ માર્યો અને તેમને ખદેડવાનો પ્રયાસ કર્યો.