Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શે

નેગેટિવઃ- ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો અને આરામદાયક રહો. ભૂતકાળ સંબંધિત કોઈ સમસ્યા ફરી ઉભી થઈ શકે છે. અને તણાવનું કારણ બની શકે છે

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી કાર્ય સંબંધિત ખામીઓને સુધારવી. આ સાથે થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે.

લવઃ- વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે પણ થોડો સમય કાઢો. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન હવામાનને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

લકી કલર- ક્રીમ

લકી નંબર- 3

***

મિથુન

પોઝિટિવઃ- ઉધાર કે ક્યાંક અટવાયેલા પૈસા પાછા મેળવવા માટે શક્યતા છે. નજીકના લોકોને મળવાની તકો સર્જાશે

નેગેટિવઃ- આવકની સ્થિતિ સારી રહેશે પરંતુ સાથે જ ખર્ચ પણ તેનાથી વધુ રહેશે. કોઈપણ મોટુ રોકાણ કરતા પહેલા તેની સાથે જોડાયેલા પાસાઓની સારી રીતે ચર્ચા કરો.

વ્યવસાયઃ- બિઝનેસમાં ઘણી મહેનત અને સમય આપવો પડશે. તમારી યુક્તિથી નકારાત્મક પરિસ્થિતિઓ પણ જલ્દી દૂર થઈ જશે.

લવઃ- કામના અતિરેકને કારણે પરિવારને સમય નહીં આપી શકશો. પરંતુ તમને સભ્યોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત યોગાસન કરો.

લકી કલર- લાલ

લકી નંબર- 8

***

કર્ક

પોઝિટિવઃ- તમારી કાર્યપદ્ધતિ સારી રહેશે. જનસંપર્કનો વ્યાપ વધશે અને તમારા કાર્યોની પ્રશંસા પણ થશે. તમારા પ્રયત્નો અને મહેનત સફળ થશે.

નેગેટિવઃ- સાવધાન રહો, કારણ કે મિત્રની નકારાત્મક પ્રવૃત્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે. પરંતુ તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો, સ્ટાફ અને કર્મચારીઓની સલાહ પર ધ્યાન રાખજો.

લવ:- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા રહેશે.

સ્વાસ્થ્ય- વધારે તણાવ અને ઓવરલોડને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે.

લકી કલર- બદામી

લકી નંબર- 7

***

સિંહ

પોઝિટિવઃ- તમારી યોજનાઓને ફળદાયી બનાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. અને લાંબા સમય પછી સમાધાનના કારણે આનંદદાયક વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- સમજી-વિચારીને નિર્ણય લો અને વ્યવહારુ બનો. ભવિષ્યની ચિંતા કરો વધુ જવાબદારીઓના કારણે તણાવ થઈ શકે છે. કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવની સલાહ લેવી સારી રહેશે

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરાવો. કારણ કે કર્મચારીની બેદરકારીના કારણે નુકસાનની સ્થિતિ સર્જાઈ રહી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને દાંપત્ય જીવનમાં થોડો તણાવ રહેશે

સ્વાસ્થ્યઃ- મહિલાઓ તેમના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતિત રહેશે.

લકી કલર- લાલ

લકી નંબર- 9

***

કન્યા

પોઝિટિવઃ- કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. વરિષ્ઠ લોકોની સંગતમાં સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. અને તમે મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકશો

નેગેટિવઃ- સંજોગોથી ગભરાવાને બદલે ઉકેલ શોધવો વધુ યોગ્ય રહેશે. સંબંધ સાચવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારી હરીફો અને ક્ષેત્રની ગતિવિધિઓ પર નજર રાખો તમારી હાજરી ફરજિયાત બનાવો. તમારી કાર્યપદ્ધતિ કોઈની સાથે શેર કરશો નહીં

લવઃ- પારિવારિક કાર્યોમાં પણ તમારું યોગદાન જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- તમારા માટે પણ થોડો સમય કાઢો. થાકનો અનુભવ થશે

લકી કલર- લાલ

લકી નંબર- 9

***

તુલા

પોઝિટિવઃ- ગ્રહ સંક્રમણ અને સમય તમારા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ બનાવે છે. કોઈ સારા સમાચાર મળશે. રાજકીય સંપર્કો પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી ઊર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરો. તમારી વાણી અને આક્રમક શબ્દો પર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રે કેટલીક સમસ્યાઓ આવશે. સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જાળવો. તેનાથી તેમની મહેનત અને કાર્યક્ષમતામાં વધારો થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે. પરિવાર સાથે ખરીદી પ્રવાસનો કાર્યક્રમ ચોક્કસ બનાવો.

સ્વાસ્થ્યઃ- તણાવ રહી શકે છે. યોગ અને કસરત પર ધ્યાન આપવું

લકી કલર- લાલ

લકી નંબર- 1

***

વૃશ્ચિક

પોઝિટિવઃ- કેટલીક સકારાત્મક ચર્ચાઓ થશે. લાંબા સમયથી અસ્વસ્થતા અને તણાવથી રાહત મળશે. કાર્ય કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે વિચારો, તમને ચોક્કસ સફળતા મળશે.

નેગેટિવઃ- આ સમયે જમીન ખરીદ-વેચાણ સંબંધિત કામમાં વધુ ફાયદો થાય. વર્તન સરળ અને નમ્ર રાખો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓને ફળદાયી બનાવવા માટે યોગ્ય સમય છે. સરકારી કામને લગતા કોઈપણ કાગળ અને દસ્તાવેજ વાંચ્યા વગર લેખિતમાં સહી કરશો નહીં.

લવઃ- વિવાહિત જીવન સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

લકી કલર- નારંગી

લકી નંબર- 5

***

ધન

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓને ફળદાયી બનાવવાનો આ યોગ્ય સમય છે, ઘરના વડીલો તરફથી આશીર્વાદ મળશે

નેગેટિવઃ- તમારી કેટલીક ખાસ વાતો જાહેર થઈ શકે છે. સમસ્યામાં ફસાઈ જવાને બદલે, ફક્ત તમારા પોતાના કામ પર ધ્યાન આપો.

વ્યવસાયઃ- પ્રભાવશાળી અને રાજકીય સંપર્કોની મદદથી વેપાર પ્રવૃત્તિઓ વધુ સારી રહેશે. મહત્વના કોન્ટ્રાક્ટ પણ પ્રાપ્ત થશે.

લવઃ- દામ્પત્ય જીવનને મધુર રાખવાની જવાબદારી તમારી છે.

સ્વાસ્થ્યઃ- જોખમવાળા કામોમાં રસ ન લેવો.

લકી કલર- સફેદ

લકી નંબર- 9

***

મકર

પોઝિટિવઃ– તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર માટે તમે જે યોજનાઓ બનાવી છે, તેમને લાગુ કરવાનો યોગ્ય સમય છે. રાજકીય ક્ષેત્રમાં તમારા સંપર્કો વધશે

નેગેટિવઃ- સંબંધીઓ અને મિત્રો સાથેના પરસ્પર સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ નાની બાબતે કોઈ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે. કેટલાક સમયથી ચાલી રહેલ તણાવ પણ દૂર થશે. કાર્ય સંબંધિત નવી રૂપરેખા બનશે.

લવ- પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે

લકી કલર- લાલ

લકી નંબર- 6

***

કુંભ

પોઝિટિવઃ- કોઈ સારા સમાચાર મળશે. આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે.

નેગેટિવઃ- નકારાત્મક પરિસ્થિતિઓથી ડરશો નહીં અને તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. પૈસાને લઈને કોઈની સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો.

વ્યવસાયઃ- જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત ખોલી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લો. કોઈપણ કર્મચારી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી

લવઃ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકને કારણે ચીડિયાપણું અને ટેન્શન થઈ શકે છે.

લકી કલર- લીલો

લકી નંબર- 5

***

મીન

પોઝિટિવઃ- બીજાની મદદની અપેક્ષા રાખ્યા વિના જાતે જ કાર્યો કરવા સક્ષમ રહેશો, તેનાથી કામકાજમાં પણ સુધારો થશે.

નેગેટિવ- નાની-નાની નકારાત્મક બાબતોની ચિંતા કર્યા વિના ઉકેલ શોધવો

વ્યવસાયઃ- જો તમે બિઝનેસ સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સાનુકૂળ છે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ અને સુમેળ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધુ પડતી વ્યસ્તતાને કારણે થાક અને માથાનો દુખાવો જેવી ફરિયાદ રહે.

લકી કલર- જાંબલી

લકી નંબર- 7