વલસાડ જિલ્લાને આડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સુરંગી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી હતી. ડીદેવ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થતા સ્થાનિકને આગની જાણ થતાં તાત્કાલિક આજુબાજુમાં રહેતા અન્ય લોકો અને કંપની સંચાલકો અને સેલવાસ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. સેલવાસ અને ખાનવેલ ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરની ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડ જિલ્લાને આડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 26 જાન્યુઆરીને લઈને જાહેર રજા હોવાથી તમામ કંપનીઓ બંધ હતી. દાદરા નગર હવેલીના સુરંગી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી ડીદેવ ઈન્ડસ્ટ્રીઝમા આગની ચપેટમાં આવેલી હાલતમાં રાહદારીઓએ જોઈને આજુબાજુ રહેતા સ્થાનિક લોકો અને વિસ્તારના અગ્રણીઓને ઘટનવની જાણ કરી હતી. સ્થાનિક લોકોને આગની ઘટનાની જાણ થતાં તાત્કાલિક કંપની સંચાલકો અને ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી.