Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની 'SBFC ફાયનાન્સ લિમિટેડ'નો IPO આવતા અઠવાડિયે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપની આ IPO દ્વારા રૂ. 1025 કરોડ એકત્ર કરવા માગે છે.

રિટેલ રોકાણકારો આ IPO માટે 3થી 7 ઓગસ્ટ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 14 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

છૂટક રોકાણકારે લઘુત્તમ લોટ એટલે કે 260 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ 54-57 રૂપિયા પ્રતિ શેર રાખી છે. જો તમે IPO રૂ. 57ના અપર પ્રાઇસ બેન્ડ અનુસાર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે રૂ. 14,820નું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે 1,92,660 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપની ₹600 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે
આ ઈસ્યુ માટે કંપની ₹600 કરોડના નવા ઈક્વિટી શેર ઈશ્યુ કરશે. જ્યારે કંપનીના પ્રમોટર્સ ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 425 કરોડના શેરનું વેચાણ કરશે. તાજા ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ કંપની તેના મૂડી આધારને વધારવા અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરશે.

35% શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત
કંપનીના 50% ઇશ્યુ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIBs) માટે અનામત રાખવામાં આવ્યા છે. આ સિવાય, 35% રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અનામત છે.