Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેપિટલ માર્કેટ નિયામક સેબીએ રાશિ પેરિફેરલ્સ, સાયન્ટ ડીએલએમ, હેલ્થવિસ્ટા ઇન્ડિયા અને ઝેકલ પ્રીપેડ ઓશિયન સર્વિસીઝના આઇપીઓને લીલી ઝંડી આપી છે. આ કંપનીઓને ગત સપ્તાહે ઓબ્ઝર્વેશન લેટર મળ્યો છે. સેબીના નિયમ અનુસાર માર્કેટમાં આઇપીઓ લાવતા પહેલા કોઇપણ કંપની માટે ઓબ્ઝર્વેશન લેટર હાંસલ કરવો જરૂરી હોય છે.


સેબીએ આઇપીઓ માટે રાશિ પેરિફેરલ્સને મંજૂરી આપી છે. કંપની રૂ.750 કરોડનો આઇપીઓ લાવશે. તે અંતર્ગત શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે અને તેમાં કોઇ ઓફર ફોર સેલ સામેલ નહીં હોય. આઇપીઓ મારફતે એકત્ર કરવામાં ફંડમાંથી રૂ.400 કરોડનો ઉપયોગ દેવાની ચૂકવણી કરવા તેમજ રૂ.200 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાતને પહોંચી વળવા માટે કરશે.

ઇલેક્ટ્રોનિક સર્વિસ ફર્મ સાયન્ટ ડીએલએમ આઇપીઓ મારફતે રૂ.740 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઇપીઓ મારફતે એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા ઉપરાંત દેવાની ચૂકવણી, હસ્તાંતરણ મારફતે ગ્રોથ અને અન્ય કોર્પોરેટ હેતુસર કરવામાં આવશે.