કારતક મહિનામાં છઠ્ઠ પૂજા કરતી મહિલાઓ માગશર અને વૈશાખ મહિનામાં પણ ભગવાન સૂર્યની પૂજા કરે છે. માગશર મહિનાની સાતમ તિથિ અને રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવામાં આવે છે અને આખો દિવસ વ્રત રાખીને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું કે માગશર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે અને સૂર્ય તેમનું જ એક સ્વરૂપ છે. એટલે તેમને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે. આજે સાતમ તિથિ છે હવે 4 ડિસેમ્બરે રવિવાર હોવાથી આ દિવસે સૂર્ય પૂજાનું મહત્ત્વ રહેશે.
માગશર મહિનામાં સાતમ અને રવિવારે સૂર્ય પૂજાનું તેટલું જ ફળ મળે છે જેટલું કારતક મહિનાની છઠ્ઠ પૂજા કરવાથી મળે છે. માગશર મહિનામાં પવિત્ર નદી કે કોઈ તીર્થમાં સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવતી સમયે સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ૐ મિત્રાય નમઃ મંત્ર બોલીને અર્ઘ્ય આપવું જોઈએ.