દેશમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પૂર્વે દેશના ટોચના ઉદ્યોગપતિઓની ઇમેજને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છેલ્લા કેટલાક સમયથી શરૂ થયું છે. ભારતીય ઔદ્યોગિક જૂથમાં અદાણી ગ્રુપ એક એવું નામ છે જે 2023માં હેડલાઇન્સમાં રહ્યું છે અને બજારમાં તેની સતત ચર્ચા થતી રહી છે. વાસ્તવમાં તેણે ઘણાં આરોપોનો સામનો કર્યો છે, જેને રાજકીય નિવદનો અને અફવાઓએ ખોટી રીચે ખૂબજ મોટું સ્વરૂપ આપી દીધું છે. તેની પાછળના ઘણાં કારણો છે, જેમાં તાજેતરમાં પ્રકાશમાં આવેલ “કેશ ફોર ક્વેશ્ન” કૌભાંડ છે. તેમાં પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાની ભૂમિકા મહત્વપૂર્ણ જોવાઇ રહી છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા સ્થાપિત હીતો દ્વારા અદાણી ગ્રૂપની વિરૂધ્ધ કરવામાં આવ્યો હતો. 29મી જાન્યુઆરીના રોજ 413 પાનાના નિવેદનમાં અદાણી જૂથે દાવાઓને “જૂઠ્ઠાણા સિવાય કંઈ નથી” તરીકે ઉલ્લેખ કર્યો હતો અને હિંડનબર્ગના અહેવાલને ભારત પર “સુઆયોજિત હુમલો” ગણાવ્યો હતો. ત્યારબાદ 30 જાન્યુઆરીએ હિંડનબર્ગે 413 પાનાના જવાબને નકારી કાઢ્યો હતો અને દાવો કર્યો કે રાષ્ટ્રવાદ અપ્રમાણિકતાને છુપાવી શકતો નથી. પરંતુ અદાણી જૂથ માટે રાહતના સમાચાર એ હતાં કે અબુ ધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ તે જ દિવસે અદાણીના એફપીઓમાં 400 મિલિયન ડોલર રોક્યા હતા. આરોપો લાગતા રહ્યા અને સેબીએ દરમિયાનગીરી કરવી પડી અને મામલો ભારતીય ન્યાયતંત્રના દરવાજે પહોંચ્યો. અદાણી ગ્રૂપને અસ્થિર કરવા માટે હિંડનબર્ગ, ઓસીસીસીઆરપી અને બીજી કેટલીક સંસ્થાઓ દ્વારા કરાયેલા પ્રયાસો વિશે વાત નાખીએ. 24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર તેનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ બે વર્ષના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવેલા સંશોધન પર આધારિત હોવાનું માનવામાં આવે છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અન્ય જૂથ એકમો “છેલ્લા દાયકાઓ દરમિયાન સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સંકળાયેલા હતા”. હિંડનબર્ગના અહેવાલના પ્રકાશનને પગલે અદાણી જૂથની કંપનીઓએ શેરબજારમાં તીવ્ર ઘટાડો જોયો હતો.