Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ભાવિક ભક્તો હનુમાનજીના મંદિરમાં પહોંચી રહ્યા છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે રામ નવમી પર થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.


આ રાજ્યોમાં બંગાળ, બિહાર તેમજ દિલ્હીનો સમાવેશ થાય છે, જ્યાં ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. હાલના દિવસોમાં બંગાળના હુગલીમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પોલીસે આ વિસ્તારના વાતાવરણની સમીક્ષા કરવા માટે રાત્રે ફ્લેગ માર્ચ હાથ ધરી હતી.

દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી
દિલ્હી પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય હિન્દુ સંગઠનોને જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી છે. જો કે પોલીસે કહ્યું છે કે આ યાત્રા માત્ર નિર્ધારિત વિસ્તારમાં જ કાઢી શકાશે. પોલીસે રૂટ તૈયાર કર્યો છે અને સંગઠનોને કાયદાના દાયરામાં રહીને યાત્રા કરવા જણાવ્યું છે.

બુધવારે પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા યોજવાની મંજુરી આપવાની ના પાડી દીધી હતી. પોલીસે તેની પાછળ કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવીએ કે ગયા વર્ષે 16 એપ્રિલે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો.