Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચોમાસુ ત્રણદિવસથી આંદામાન-નિકોબાર દ્વીપસમૂહની દક્ષિણેથી આગળ વધ્યું નથી. શુક્રવારે બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઇન્દિરા પૉઇન્ટ પસાર કરીને નાનકોવરી ટાપુ સુધી પહોંચ્યા પછી સોમવાર સુધી તેમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. સામાન્ય રીતે ચોમાસુ 21 મેએ પોટ્ર બ્લેર પહોંચતું હોય છે પરંતુ હાલમાં ચોમાસાની ઉત્તરીય સરહદ પોર્ટ બ્લેરથી 415 કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ પવનો ખૂબ નબળા છે પરંતુ આગામી 2 દિવસમાં ધીમી ગતિએ આગળ વધવાની શક્યતા છે.


આ બાજુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મંગળવારે સ્પર્શી શકે છે. અરબ સાગરમાંથી આવતી ભેજવાળી હવાઓથી આ ડિસ્ટર્બન્સને બળ મળશે અને તેને કારણે 2 દિવસથી કાળઝાળ ગરમીમાંથી સમગ્ર ઉત્તર ભારતને રાહત મળવાની શક્યતા છે. હવામાનમાં આ પરિવર્તન આવતાં આગામી 4 દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં ગાજવીજ અને વંટોળ સાથે કરા પડવાની કે વરસાદ પડવાની વકી છે. ખાસ કરીને બુધવાર અને ગુરુવારે સમગ્ર ઉત્તર ભારતમાં દિવસનું સામાન્ય તાપમાન 4થી 5 ડિગ્રી ઘટશે.