સમગ્ર વિશ્વમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, ઇટાલીના ગુબિયો ટાઉનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ કોઈ ઝાડ નથી પરંતુ ઇટાલીમાં આવેલ માઉન્ટ ઈંગિનોના ઢાળ પર લાઈટીંગ દ્રારા બનાવવામાં આવેલું ટ્રી છે. જે 750 મીટર ઊંચુ અને 450 મીટર પહોળું છે. ક્રિસમસ ટ્રીને રોશન કરવા માટે, 7.5 કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિકલ વાયર અને અનેક લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.