અમેરિકા, યુરોપ, ચીનમાં ફરી સ્લોડાઉનની સ્થિતી જોવા મળી છે જેમાં આ વખતે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ડિમાન્ડની સંભાવના નહિંવત્ હોવાનું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. વ્યાજદર વધતા અને બોન્ડ માર્કેટમાં યિલ્ડની તેજી રોકાણકારોને ઇક્વિટી -બૂલિયનથી ડાયવર્ટ કરશે. ડોલર ઇન્ડેક્સ 110ની સપાટી કુદાવે તો વૈશ્વિક સ્તરે સોનું ઘટી 1670-1630 ડોલર સુધી ઘટી શકે છે જ્યારે સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ ઘટી 51000 થાય તો નવાઇ નહીં. ચાંદી 52500નું અનુમાન છે. રૂપિયો મજબૂત બને તો ઝડપી ઘટાડો જોવા મળી શકે છે.
એગ્રી કોમોડિટીમાં નવી ખરીફ સિઝનની આવકો કેવી રહે છે તેના પર બજારમાં મૂવમેન્ટ જોવા મળશે. હાલ ઘટાડાના સંકેતો જણાતા નથી. ઉલટું ખાદ્યતેલોમાં ભાવ સતત વધી રહ્યાં છે. તહેવારોની માગ ખુલતા ભાવ વધ્યાં છે. નવા પાકના અંદાજો કેવા રહે છે તેના પર પણ બજારનો આધાર રહેલો છે. ઘઉં અને લોટ પર નિકાસ પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેજી કાબુમાં રહી છે. ચોખા પર પણ નિકાસને બ્રેક લાદવામાં આવે તો નવાઇ નહીં.
ચીનની માગ અટકતા બજારને સપોર્ટ નહીં: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિંવત્ છે.ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે જેથી બજારમાં તેજી અટકી છે.ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.