Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્થિક-રાજકીય સંકટથી ગ્રસ્ત પાકિસ્તાનમાં હવે ન્યાયતંત્ર સાથે ખેંચતાણ બાદ બંધારણીય સંકટની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ સંકટની સ્થિતિ દેશના સૌથી મોટા પંજાબ પ્રાંતમાં 14મી મેના દિવસે ચૂંટણી યોજવાને લઇને સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ સર્જાઇ છે. વડાપ્રધાન શાહબાજ શરીફના નેતૃત્વમાં કેબિનેટે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાના સુપ્રીમકોર્ટના આદેશને ફગાવી દીધો છે. આ મામલે ગુરુવારે ઇસ્લામાબાદમાં સત્તારૂઢ ગઠબંધન (પીડીએમ)ના નેતાઓ સાથે શાહબાજે બેઠક પણ યોજી હતી. હવે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક છે, જેમાં ટોચના સૈન્ય અધિકારી પણ હાજર રહેશે.


લંડનમાં રહેતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે આ મુદ્દે કહ્યું છે કે સંસદે ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાજુલ તેમજ જસ્ટિસ મુનીબ અખ્તરની સામે તિરસ્કારની કાર્યવાહી કરવી જોઇએ. કોર્ટે વિધાનસભાને અક્ષમ અને નિરર્થક બનાવી દીધી છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પક્ષપાતી છે. પૂર્વ સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ફેજ હામિદે પીટીઆઇ પ્રમુખ ઇમરાન અને સુપ્રીમકોર્ટના ન્યાયધીશો-સાકિબ નિસાર, અજમત સઇદ શેખ, જસ્ટિસ અહેસાનની સાથે આસિફ સઇદ ખોસા તેમજ જસ્ટિસ બંદિયાલે 2017માં તેમને સત્તાથી દૂર કરવા માટે કાવતરાં ઘડ્યાં હતાં. સરકારના સાથી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીએ કહ્યું છે કે જજની મોટી બેન્ચ બનાવવાની જરૂર છે.