આપણા જીવનની શરૂઆતથી જ આપણે કંઈક બનવાના, કંઈક મેળવવાના સપના જોતા રહીએ છીએ. બાળપણથી જ આપણને જે ગમે છે, તેમાં આપણો હેતુ સફળતા મેળવવાનો હોય છે. જેમ-જેમ આપણે મોટા થતા જઈએ છીએ, તેમ-તેમ આપણે આપણી વ્યવસાયિક મહત્વકાંક્ષાને પૂરી કરવા માટે અથાગ મહેનત કરીએ છીએ. વયસ્ક તરીકે, આપણે પણ આપણે એવી આશા રાખીએ છીએ કે, નિવૃતિ પછી આપણે આપણા અધૂરા સપના પૂરા કરીશું. જીવનના દરેક તબક્કામાં આપણા લક્ષ્યાંકો હાંસિલ કરવા માટે, જ્યારે આપણે તેનો અનુભવ કરીએ ત્યારે આપણે તેના માટે તૈયારી શરૂ કરીએ છીએ. તેમ છતા, જ્યારે નિવૃતિનો વિચાર કરીએ છીએ તો, આપણામાંથી મોટાભાગનાને તે એક દૂરનું સપનું હોય એવું લાગે છે.
રણભીર સિંઘ ધારિવાલ સીઇઓ મેક્સ લાઈફ પેન્શન ફંડ મેનેજમેન્ટ પણ નોંધે છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ નિવૃતિ પછીના પ્રથમ પાંચ વર્ષ માટે તેમની બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત હોય છે. ભારતમાં નિવૃતિના આયોજનની હાલની પરિસ્થિતિ જોતા, આ અંગે વિચારણા કરીને વહેલું આયોજન કરવું જરૂરી છે. તાજેતરના જ મેક્સ લાઈફસ ઇન્ડિયા રિટાયર્મેન્ટ ઇન્ડેક્સ સ્ટડી 3.0ના તારણોમાં જાણવા મળ્યું છે કે, 50 વર્ષથી વધુની ઊંમરના શહેરી ભારતીયોની ઇચ્છા એવી જ હોય છે કે, તેઓ નિવૃતિની શરૂઆત પહેલાથી જ કરી લે.
નિવૃતિ આયોજન પ્રત્યેની આ કથિત જડતા તેને દૂરના, અમૂર્ત ખ્યાલ તરીકે જોવાથી ઉદ્દભવી શકે છે. જો કે, આજના સમયમાં દરેક વર્ષ એ ગતિશિલ જ ગણાય છે. તો પ્રારંભિક આયોજન એ નાણાકિય સુરક્ષાની ક્ષિતિજ તરફ ધીમે-ધીમે આગળ વધવાનું છે. સલામત અને સુરક્ષિત નિવૃતિ સુનિશ્ચિત કરવા માટે સમય અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ઉઠાવવાની આ એક તક છે.