રાજકોટ શહેરમાં ગરમી અને ઠંડીનું મિશ્ર વાતાવરણ રહેતા મચ્છરજન્ય અને વાઇરલ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી, તાવના 2528 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના 1286, સામાન્ય તાવના 1045, ઝાડા-ઊલટીના 195 અને ટાઇફોઇડ તાવના 2 કેસ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળાના છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાના 1, ડેન્ગ્યુના 16, ચિકનગુનિયાના 2 કેસનો સમાવેશ થાય છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે મચ્છર ઉત્પત્તિ સબબ 472 રહેણાક અને 120 કોમર્સિયલ મિલકતના આસામીને નોટિસ અપાઈ હતી.