ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ રત્નાકર પટનાયકને તેના નવા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર(CIO) તરીકે નિયુક્ત કર્યા છે. રત્નાકર પટનાયકે 10 એપ્રિલથી CIO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પીઆર મિશ્રાની જગ્યાએ રત્નાકર પટનાયકને આ પદ આપવામાં આવ્યું છે. LICએ આ માહિતી જણાવી હતી.
પટનાયક 1990થી LICમાં કામ કરી રહ્યા છે.
રત્નાકર પટનાયકને ઈન્ડસ્ટ્રીમાં 32 વર્ષનો અનુભવ છે. તેઓ સપ્ટેમ્બર 1990માં ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર તરીકે LICમાં જોડાયા હતા. પટનાયકે અત્યાર સુધીમાં ચાર ઝોનમાં કામ કર્યું છે, જેમાંથી મોટા ભાગના તેમણે માર્કેટિંગ અસાઇનમેન્ટ સંભાળ્યા હતા.
રત્નાકર પટનાયક સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે ઈન્દોર અને જમશેદપુર ડિવિઝનના વડા હતા. આ સિવાય પટનાયકે ત્રણ વર્ષ પૂર્વી ઝોનમાં રિજનલ મેનેજર તરીકે પણ કામ કર્યું છે. આ પછી, પટનાયકે એલઆઈસીની સેન્ટ્રલ ઓફિસમાં ઈન્વેસ્ટમેન્ટ-ફ્રન્ટ ઓફિસના ચીફનું પદ સંભાળ્યું હતું. રત્નાકર પટનાયક ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ફેલો રહી ચૂક્યા છે.
પ્રતાપ ચંદ્ર CRO અને તબલેશ પાંડે નવા MD બન્યા
LIC એ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે પીઆર મિશ્રાને ટ્રાન્સફર કરીને અન્ય અસાઇનમેન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, કંપનીએ પ્રતાપ ચંદ્ર પેકરાઈને તેના નવા મુખ્ય રિસ્ક ઓફિસર (CRO) બનાવ્યા છે. તબલેશ પાંડેના સ્થાને તેમને આ પદ સોંપવામાં આવ્યું છે. તબલેશ પાંડેને 1 એપ્રિલના રોજ કોર્પોરેશન દ્વારા મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.