ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરાગ અગ્રવાલ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) નેડ સેગલ અને લીગલ અફેર્સ એન્ડ પોલિસી ચીફ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
આ ત્રણેય પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસરે સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ દ્વારા કંપનીમાંથી કાઢી મુકાયા બાદ તપાસ અને પૂર્વ નોકરીઓ સંબંધિત પૂછપરછના ખર્ચાની ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે.
1 મિલિયન ડોલરથી વધુનું નુકસાન
પરાગ અગ્રવાલ, નેડ સેગલ અને વિજયા ગડ્ડેએ આ કેસ દ્વારા દાવો કર્યો છે કે કંપની પર તેમનો 1 મિલિયન ડોલર (આશરે રૂ. 82 લાખ)થી વધુની બાકી છે. આ રૂપિયા ટ્વિટરને આપવા પડશે કારણ કે ટ્વિટર કાયદાકીય રીતે આ રૂપિયા ચૂકવવા માટે બંધાયેલ છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) દ્વારા તપાસ સંબંધિત વિવિધ ખર્ચની વિગતો કોર્ટમાં જણાવવામાં આવી છે. જો કે, આ તપાસ હજુ ચાલુ છે કે પૂરી થઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ, પરાગ અગ્રવાલ અને તત્કાલીન CFO નેડ સેગલે ગયા વર્ષે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં જુબાની આપી હતી અને ફેડરલ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં હતા.