ભારત ગ્લોબલ રિસર્ચ પાવરહાઉસ બનીને ઉભર્યું છે. ભારત ગત વર્ષ 2023માં 64માંથી 45 મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં ટૉપ-5 દેશોના રેન્કિંગમાં સામેલ છે. તે પહેલા વર્ષ 2022માં ભારત 37 મહત્વપૂર્ણ ટેક્નોલોજીની સાથે આ રેન્કિંગમાં હતું.
ઑસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (ASPI)ના ક્રિટિકલ ટેક્નોલૉજી રિપોર્ટ અનુસાર, ભારતે સાત ટેક્નોલોજીમાં બીજુ સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2023માં, ભારત ટેક્નોલોજીકલ રિસર્ચના બે ઉભરતા ક્ષેત્રો બાયોલૉજિકલ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યૂટેડ લેઝર ટેક્નોલોજીમાં અમેરિકાને પાછળ રાખીને બીજા સ્થાને પહોંચી ગયું છે.
તેજીથી વિકસિત થઇ રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં, ભારત અમેરિકા અને ચીનથી જે પ્રમુખ સેગમેન્ટમાં પાછળ છે તેમાં એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સ, એઆઇ એલ્ગોરિધમ, હાર્ડવેર એક્સેલેરેટર, મશીન લર્નિંગ, એડવાન્સ્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન અને ફેબ્રિકેશન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને એડવર્સરિયલ એઆઇ સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ 2003-2007 બાદ એક મોટી છલાંગ છે, જ્યારે ભારત માત્ર ચાર ટેક્નોલોજી માટે ટોપ-5માં સામેલ હતું. ટ્રેકર સ્પેસ, ડિફેન્સ, એનર્જી, એનવાયરનમેન્ટ, એઆઇ, રોબોટિક્સ, બાયોટેક્નોલોજી, સાઇબર સિક્યોરિટી, એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ મટીરિયલ સામગ્રી અને ક્વોન્ટમ ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં ક્રિટિકલ ટેક્નોલોજીને કવર કરે છે.