Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 68 ટકા લાવે છે. તેની નર્સિંગ કરવાની ઇચ્છા હતી. ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયુ. દિવસે-દિવસે પરિસ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી. સ્થાનિક સંસ્થાના પ્રયાસોથી ગુરુવારના રોજ તેના પગે બાંધેલી જંજીરો કપાઇ હતી. પિતાએ ભારે હૈયે હવે મારી સંગીતાના જીવનમાં ઉજાશ આવશે તેમ જણાવી ભૂતકાળથી વર્તમાન સુધીની વાતો વાગોળી હતી.

વાત 15 વર્ષ પહેલાંની છે, સંગી(હુલામણું નામ) ભણવામાં હોશિયાર હતી. ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ.12મામાં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબી દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેને પણ તેની ઇચ્છા થઇ. ફોર્મ ભરવાનું હતુ, મે ઘણી દોડધામ કરી ડોક્યુમેન્ટ ભેગા કર્યા. ફોર્મ ભરાવ્યુ.

ફોર્મ જમા કરાવવા જવાનું હતુ તેની આગલી સાંજે ખેતરેથી આવ્યા બાદ સંગીનું વર્તન બદલાઇ ગયુ હતું. તે ગાંડી થઇ ગઇ હતી. દવાખાને બતાવી, ભૂવા-બડવા પાસે લઇ જવાઇ. આ વર્ષો દરમિયાન તે બે વખત સાજી થઇ હતી. એક વખત ફેર પડતાં તે એક વર્ષ સાજી રહી હતી.

ત્યારે અમે તેના લગ્નનું પણ વિચાર્યુ હતુ પણ પાછી એવી જ થઇ ગઇ હતી. બીજી વખત તે ચાર મહિના સાજી રહી હતી. પાંચ વર્ષ પહેલાં તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તે લોકોને પથ્થર મારતી હતી, કપડા કાઢીને ગામમાં નીકળી જતી હતી. લોકોના ઠપકા આવતા હતા.જેથી મેં તેને ઢાળિયામાં સાંકળ સાથે બાંધી દીધી હતી.