અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ વધી રહ્યું છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં, ચીને હવે 125% ટેરિફ લાદ્યો છે. આ આવતીકાલથી લાગુ કરવામાં આવશે. ચીને કહ્યું છે કે તે હવે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કોઈપણ વધારાના ટેરિફનો જવાબ આપશે નહીં.
ચીને કહ્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસામાન્ય ટેરિફ આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. આ દબાણ અને ધાકધમકી આપવાની સંપૂર્ણપણે એકતરફી નીતિ છે.
અમેરિકા સાથે વધી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ચીન કોઈથી ડરતું નથી. છેલ્લાં 70 વર્ષોમાં ચીનનો વિકાસ સખત મહેનત અને આત્મનિર્ભરતાનું પરિણામ છે.