Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુરુવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ખુર્રમ જિલ્લામાં ગોળીબારમાં 7 શિક્ષકોના મોત થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ગોળીબારની ઘટના આતંકવાદીઓએ અંજામ આપી છે કે પછી આ પરસ્પર દુશ્મનીનો મામલો છે. આ જ વિસ્તારમાં ફાયરિંગની બીજી ઘટના પણ બની છે. જેમાં પણ બે શિક્ષકોના મોત થયા છે. બંને ઘટના 6 કિમીના એરિયામાં બની હતી.


આ સિવાય ખૈબરમાં પણ આતંકી હુમલો થયો હતો. આમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાની સેનાના 6 સૈનિકોને મારી નાખ્યા. બંને હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી અને હુમલાખોરો વિશે કોઈ ભાળ પણ મળી નથી.