Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીન હવે અફઘાનિસ્તાનના લિથિયમ રિઝર્વ વિસ્તારમાં રોકાણ કરવા માગે છે. આ માટે તાલિબાનની ખાણ અને પેટ્રોલિયમ મંત્રી શહાબુદ્દીન દિલાવર કાબુલમાં ચીની કંપની ગોચીનના અધિકારીઓ સાથે મુલાકાત કરી.


મંત્રી દિલાવરે કહ્યું છે કે આ રોકાણથી 1 લાખ 20 હજાર નોકરીની તક ઉભી થશે. ચીનની કંપનીએ પણ તાલિબાનને વચન આપ્યું છે કે તેઓ 7 મહિનામાં સલાંગ પાસને ઠીક કરી દેશે. આ સાથે બીજી ટનલ પણ બનાવવામાં આવશે.

ચીન 2025 સુધીમાં લિથિયમનો સૌથી મોટો સપ્લાયર બનવા માગે છે
2021માં સત્તામાં આવ્યા બાદ તાલિબાન સતત અન્ય દેશોને અફઘાનિસ્તાનમાં રોકાણ કરવાની અપીલ કરી રહ્યું છે. જોકે, અસ્થિરતા અને માનવ અધિકારોના ઉલ્લંઘનના મુદ્દાઓ મોટાભાગના દેશોને અફઘાનિસ્તાનમાં રોકાણ કરતા અટકાવે છે.

આવી સ્થિતિમાં ચીનનું રોકાણ ત્યાં મહત્ત્વનું રહેશે. તે જ સમયે, ગોચીન કંપનીએ જણાવ્યું છે કે લિથિયમ ડિપોઝિટ પર પ્રક્રિયા કરવા માટે હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવામાં આવશે. આ કામ ટૂંક સમયમાં શરૂ થશે.

અફઘાનિસ્તાનમાં આ રોકાણ સાથે ચીન 2025 સુધીમાં લિથિયમનો સૌથી મોટો સપ્લાયર બનવાનું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીને 2022માં એકલા આફ્રિકામાંથી 1 લાખ 94 હજાર ટન લિથિયમ કાઢ્યું હતું. જે 2025 સુધીમાં વધારીને 7 લાખ 5 હજાર કરવામાં આવશે.