Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝનની 23મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં રોમાંચક મેચમાં રાજસ્થાને ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીતના હીરો કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેટમાયર રહ્યા હતા. બન્નેએ ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.

ગુજરાતે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાનની શરૂઆત ધીમી રહી હતી. ટીમે પાવરપ્લેમાં યશસ્વી જયસ્વાલ (1 રન) અને જોસ બટલર (0 રન)ની વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી દીધી હતી. 11 ઓવર પછી ટીમના સ્કોરબોર્ડમાં માત્ર 62 રન હતા અને ચાર બેટર્સ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. સંજુએ 32 બોલમાં 60 રન અને હેટમાયરે 26 બોલમાં 56* રનનું યોગદાન આપ્યું હતું.