Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સીપીઆઈ(એમ)ના નેતાઓ બ્રિન્દા કરાત અને કેએમ તિવારીની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. જેમાં 2020માં દિલ્હી રમખાણો દરમિયાન કથિત નફરતભર્યા ભાષણ બદલ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને બીજેપી નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માગ કરવામાં આવી હતી.


જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે દિલ્હી પોલીસ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ, મેજિસ્ટ્રેટનું કહેવું ખોટું છે કે કેસમાં એફઆઈઆર નોંધવા માટે કોઈની મંજૂરીની જરૂર છે.

દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો
CPI(M) નેતાઓની આ અરજી પર 13 જૂન, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદા હેઠળના હાલના તથ્યોમાં, એફઆઈઆરની નોંધણી માટે ઉચ્ચ અધિકારીની મંજૂરી જરૂરી છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે દિલ્હી પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને ટ્રાયલ કોર્ટને જાણ કરી હતી કે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનો થયો નથી. આદેશ પસાર કરવા માટે, ટ્રાયલ કોર્ટે તથ્યો અને પુરાવાઓનું સંજ્ઞાન લેવું જરૂરી છે.