Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અરુણાચલ રાજ્યમાં પાર્સિંગ કરાવી નેશનલ પરમિટ મેળવી ગુજરાતમાં બસ ફેરવનારા ટ્રાવેલર્સ સામે રાજ્યની પાંચ આરટીઓ દ્વારા કામગીરી કરાઇ હતી. નેશનલ પરમિટના ભંગ બદલ 10 બસ પકડાઇ હતી. બીજી તરફ ગુજરાતમાં ગુજરાતનો ટેક્સ ભરી બસ ચલાવી રહેલા ટ્રાવેલર્સને આર્થિક નુકસાન થતું હોવાનું એસોસિયેશને જણાવી રાજ્યમાં 1200 બસ અરુણાચલ પાસીંગની ફરતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.


રાજ્યમાં 1200 બસ અરુણાચલ પાસીંગની ફરતી હોવાનો ઘટસ્ફોટ
જો રાજ્યની 38 આરટીઓ સઘન કામગીરી કરે તો મોટી સંખ્યામાં બસ પકડાય અને સરકારને ટેક્સ અને દંડની આવક થાય તેમ જ રાજ્યના ટ્રાવેલર્સના વ્યવસાયમાં વધારો થઈ શકે છે. અરુણાચલમાં માત્ર 2500 રૂપિયા ટેક્સ છે જ્યારે ગુજરાતમાં 39 હજાર રૂપિયા ટેક્સ છે. તે જ રીતે નેશનલ પરમિટના રૂ.30 હજાર ત્રણ મહિનાના અને ગુજરાતમાં 60 હજાર ત્રણ મહિનાના છે. ગુજરાતનો ટેક્સ ભરીને બસ ચલાવતા લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે તેમજ સ્પર્ધામાં ટકવાનું પણ મુશ્કેલ બને છે.

ગુજરાતનો ટેક્સ ભરીને બસ ચલાવતા લોકોને આર્થિક નુકસાન
જો 1200 બસ મુજબ ગણતરી થાય તો રાજ્ય સરકારને એક મહિને 3 કરોડ જેટલું નુકસાન થતું હોવાનું ટ્રાવેલ્સ એસોસિએશને જણાવ્યું હતું. નેશનલ પરમિટમાં બસનો એકથી બીજી જગ્યાએ મુસાફરોને લઈ જવા માટે ઉપયોગ થાય છે એને કોન્ટ્રાક્ટ કરે છે એમ આરટીઓની ભાષામાં કહેવાય છે. જ્યારે એસટી બસની જેમ વિવિધ સ્થળેથી મુસાફરોને ભરી જુદી જુદી જગ્યાએ ઉતારવામાં આવે તેને સ્ટેજ કેરેજ કહેવાય છે. સૌરાષ્ટ્રથી સુરત સુધીના રૂટ ઉપર ચાલતી બસો સ્ટેજ કેરેજ તરીકે કાર્ય કરે છે.