Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યમનની રાજધાની સનામાં રમઝાન મહિનાના છેલ્લા દિવસે જકાત એટલે કે આર્થિક સહાયના વિતરણના કાર્યક્રમમાં નાસભાગ મચી જવાને કારણે 85થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 322થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 13ની હાલત ગંભીર છે. હૂતિ સેનાના ગૃહમંત્રાલયે કહ્યું કે, જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના ત્યાંના વેપારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ ભાગ લીધો હતો.

હૂતિ સૈનિકોએ ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો, જેના કારણે પાવર લાઇનમાં વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટથી ગભરાઈ ગયેલા લોકો આમ-તેમ દોડવા લાગ્યા અને એકબીજાને કચડતા ગયા. બે દિવસ પછી જ ઈદ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને આ આર્થિક મદદ આપવામાં આવી રહી છે.