ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કનું માનવું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI એ ઈતિહાસમાં સૌથી વધુ ડિસરપ્ટિવ ફોર્સ છે. એક સમય એવો આવશે જ્યારે જોબની જરૂર નહીં પડે. બધું જ AI કરી શકશે. તે જાદુઈ જીની જેવું હશે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કનો ઈન્ટરવ્યુ લીધો હતો.
મસ્કે કહ્યું, 'હું લાંબા સમયથી ટેક્નોલોજી સાથે જોડાયેલો છું. તેથી હું AIને આવતા જોઈ રહ્યો હતો, પરંતુ આ તે વર્ષ છે જેમાં ઘણી સફળતાઓ મળી હતી. ઉદાહરણ તરીકે, તમે AI નો ઉપયોગ કરીને તમારો વીડિયો બનાવી શકો છો.
તે પછી અમે ચેટ GPT 1, GPT 2, GPT 3 અને 4ને લીડ કરતા જોયું. તે ક્યાં જઈ રહ્યું છે તે જોવાનું મારા માટે સરળ હતું. જો તે આ રીતે વધતું રહેશે, તો AI હ્યુમન ઈન્ટેલિજન્સથી ઘણું આગળ નીકળી જશે.
મસ્કે સુનકને કહ્યું કે AI એ ઈતિહાસની સૌથી ડિસરપ્ટિવ ફોર્સ છે. એક સમય એવો આવશે જ્યારે નોકરીની જરૂર જ પડશે નહીં. AI નોકરીઓને ભૂતકાળની વાત બનાવી દેશે. આ સારું અને ખરાબ બંને છે. ભવિષ્યમાં એક પડકાર એ હશે કે જો તમારી પાસે જાદુઈ જીન્ન છે તો તમે તમારી ઈચ્છા પ્રમાણે બધુ જ કરી શકશો.