Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરના કોવિડ હેલ્થ સેન્ટરો પર મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર અંગે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેણે કહ્યું કે તે પોતે મંગળવારે સફદરજંગ હોસ્પિટલમાં મોક ડ્રીલની સમીક્ષા કરવા જશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવનારા નાગરિકો પર વોચ રાખવા માટે સરકારી શિક્ષકોને એરપોર્ટની ડ્યૂટીમાં લગાડી દેવામાં આવ્યા છે.

બીજી તરફ દેશભરમાં યોજાનારી આ મોકડ્રીલમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ પણ ભાગ લેશે. સાથે જ IMAએ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે 2020-21માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માંગે છે.