Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ડીસા તાલુકાના સમૌ મોટા ગામના પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા સમાજ માટે બંધારણ અમલ મુકાયું છે યુવાનો વડીલો અને મહિલાઓની સંમતિથી સમાજના વડીલોએ કેટલીક પાબંધીઓ લગાવી છે. સમાજમાં ખોટા ખર્ચ બચશે, ઊંચ-નીચનો ભેદ નહીં રહે અને તમામ સમાજ એક સાથે રહી શકશે. સમાજમાં ડીજે લગ્ન પ્રસંગમાં ઠંડા પીણા લગ્ન પ્રસંગમાં પ્રીવેડિંગ તથા મરણ પ્રસંગમાં બારમા દિવસે તમામ વિધિ પૂર્ણ કરી દેવાનું બંધારણ બનાવ્યું છે.


ગામના બ્રહ્મ સમાજના પરિવાર અને સમૌમોટા ગામના બહાર રહેતા બ્રહ્મ સમાજના પરિવારોને લાગુ પડશે અને આ નિયમોમાંથી એક પણ નિયમનો ભંગ થશે તો જેને 51 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને આ દંડની રકમ છે એ સમાજના સારા કાર્યોમાં વપરાશે. આ બંધારણ નર્મદેશ્વર મહાદેવની સાક્ષીએ સમસ્ત સમી-મોટા ગામના બહ્મસમાજની હાજરીમાં બનાવેલ છે.

17 એપ્રિલથી અમલી થનાર બ્રહ્મસમાજનું સામાજિક બંધારણ 1. ડીજે દાંડીયારાસ. વરઘોડો, ફટાકડા, હલ્દી પ્રથા બંધ. 2. વર-વધુની વેલકમ એન્ટ્રી તથા બેડ સજાવટ બંધ, 3. પ્રિ-વેડિંગ પ્રથા, લગ્ન પહેલાં દીકરા કે દીકરીને ફોટા બંધ. 4. બેબી સાવર પ્રથા બંધ. 5. મરણમાં પોણો મહીનાને બદલે વિધી 12 દિવસમાં પુર્ણ કરવી. 6. જન્મ તથા લગ્ન એનિવરસરીમાં ડેકોરેશન તથા કૈક પ્રથા બંધ 7. લગ્ન મંડપમાં ગેલેરી ફોટા લગાવવા નહી. એક પોસ્ટર લગાવવું, 8. લગ્ન પ્રસંગમાં લાઈવ, ઠંડાપીણા સહિત વધારાનો ખર્ચો નહીં. 9. લગ્ન પ્રસંગના જમણવારમાં ત્રણ મીઠાઈ, બે શજી, દાળ-ભાત, ફરસાણ, પુરી-રોટલી, પાપડ-સલાડ જેવ લીમિટેડ મેનું રાખવું. 10. લગ્ન ચૌરીમાં ફટકાડા, સ્પ્રે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો નહી. 11. વર-વધૂને તૈયાર કરવા બહારથી બ્યુટીપાર્લર લાવવી નહી તથા બહાર તેમને બેસાડવા નહીં.