Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ખાદ્યતેલમાં ગત સપ્તાહે રૂ. 10-20નો નજીવો ઘટાડો આવ્યા બાદ શુક્રવારે સપ્તાહના અંતમાં સીંગતેલમાં વધુ રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 5નો ભાવવધારો આવ્યો હતો. આ સાથે જ સીંગતેલનો ડબ્બો રૂ. 3100નો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 5નો વધારો આવ્યો હતો. આ સાથે સીંગતેલનો ડબ્બો રૂ. 3100 અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 1700એ પહોંચવામાં માત્ર રૂ. 5નું જ છેટું રહ્યું છે. અન્ય સાઇડતેલમાં નજીવી વધઘટ આવી હતી.

સીંગતેલ લુઝમાં 1825-1875ની ભાવની સપાટીએ સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. જ્યારે કપાસિયા વોશમાં 895-900નો ભાવ રહ્યો હતો. જેમાં પણ રાબેતા મુજબ કામકાજ નોંધાયા હતા.હાલમાં નવી મગફળીની આવક પણ શરૂ થઇ ગઈ છે. નવી આવક વધવાને કારણે ઓઇલમિલમાં પિલાણ વધવાની આશા સેવાઈ રહી હતી. ભાવ કાબૂમાં આવશે. પરંતુ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ હોવા છતાં લોકોને નિરાશા મળી છે. હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે. સટ્ટાખોરો સક્રિય થયા છે. હાલ મગફળી-ખાદ્યતેલની જે ડિમાન્ડ છે તેની સામે તેનો જથ્થો ઓછો રિલીઝ કરીને કૃત્રિમ તેજી ઉભી કરે છે જેને કારણે સામાન્ય લોકો પર બોજો આવી રહ્યો છે. તહેવાર સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.