સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી જવાની ઘટનાને 48 કલાકથી વધુનો સમય વિતી ગયો છે આમ છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેમાં મનપા અને પોલીસ બંને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યુ હતુ કે કાટમાળના સેમ્પલ લેવાયા છે અને સ્ટ્રક્ચરની ચકાસણી પણ ચાલી રહી છે. સેમ્પલના રિપોર્ટ થોડા દિવસમાં આવી જશે. ત્યારબાદ ક્ષતિ ક્યા રહી હતી તેમજ કોની ભુમિકા છે તે બધી જ બાબતો સામે આવશે. વિગતો બહાર આવ્યા બાદ જ ફરીયાદ કોની સામે અને કઈ રીતે કરવી તે ખબર પડશે.