Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપ) 2024-25માં ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે 6.4% રહી શકે છે. જે 6.6%ના RBIના અનુમાનથી પણ ઓછો છે. 2023-24માં ભારતે 8.2%નો અભૂતપૂર્વ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસે મંગળવારે જીડીપીનું પ્રથમ પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. NSOએ દેશના ગ્રોસ આઉટપુટ અને આવકને દર્શાવતા ગ્રૉસ વેલ્યૂ એડેડ પણ 6.4%માં સીમિત રહેવાનું જણાવ્યું હતું. જે 2023-24માં 7.2% હતું. પ્રચલિત મૂલ્યોના આધાર પર નૉમિનલ જીડીપી 9.3% રહેશે, જે ગત વર્ષના 8.5%થી વધુ છે.


ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં જીડીપી પહેલા પૂર્વાનુમાનનું વિશેષ મહત્ત્વ છે. સંકેત સ્પષ્ટ છે કે આર્થિક ગતિવિધિઓની ઝડપ ઘટી છે. અગાઉ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિદર ઘટીને 5.4% રહ્યો હતો. જેને કારણે વિશ્લેષકો અને નીતિ નિર્માતાઓ પણ દ્વિધામાં મુકાયા હતા.

સ્થિતિ એટલી ખરાબ નથી. ટ્રેડવાૅરની આશંકાથી વૈશ્વિક વેપાર પ્રભાવિત થઇ શકે છે. તેની અસર જીડીપીના આંકડા પર જોવા મળશે. જોકે, ભારતને તહેવારોના મજબૂત માહોલ, એર ટ્રાફિકનો ફાયદો થયો. તેનાથી સર્વિસ સેક્ટરના PMI અને GST કલેક્શન વધ્યું.