યુરોપના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા જર્મનીમાં મંદીનો પ્રારંભ થયો છે. ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર જર્મનીના જીડીપીમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની તુલનામાં જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 0.3%નો ઘટાડો થયો છે. અગાઉ, ઓક્ટોબર-ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં, જર્મનીનો જીડીપી 0.5% ઘટ્યો હતો.
જ્યારે કોઈ પણ દેશની જીડીપી સતત બે ત્રિમાસિક ગાળામાં ઘટતાં માનવામાં આવે છે કે ત્યાંની અર્થવ્યવસ્થા મંદીની પકડમાં આવી છે. અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યને લઈને બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાથી શેરબજાર પર તાત્કાલિક અસર થઈ. ટ્રેડિંગની શરૂઆતમાં જર્મનીનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ ડેક્સ 0.4% ઘટ્યો. નેગેટિવ આંકડા જાહેર થવાનો અંદાજ પહેલેથી જ હતો, જોકે બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો નથી.
બીજી તરફ રેટિંગ એજન્સી ફીચે વધુ એક ચિંતા વ્યક્ત કરી છે. ફીચે અમેરિકાના ધિરાણ રેટીંગને ‘AAA’ રેટિંગ આપ્યું છે. જે નકારાત્મક છે. અમેરિકામાં ધિરાણ મર્યાદામાં વધારો કરવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન નહીં થતા આ રેટિંગ આપવામાં આવ્યું છે.