HDFC બેંકે કૈઝાદ ભરૂચાને તેના નવા ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. કૈઝાદ ઉપરાંત HDFCએ ભાવેશ ઝવેરીને બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કૈઝાદ અને ભાવેશ બંને 19 એપ્રિલથી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે.
HDFC બેંકના બોર્ડે 24 નવેમ્બર 2022ના રોજ બોર્ડમાં નિમણૂક માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને કૈઝાદ ભરૂચા અને ભાવેશ ઝવેરીના નામની ભલામણ કરી હતી.
કૈઝાદ ભરૂચા 1995થી HDFC બેંકમાં છે
કૈઝાદ ભરૂચાની બેંકિંગ કારકિર્દી 35 વર્ષથી વધુ છે. તેઓ 1995થી HDFC બેંકમાં છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની તેમની ભૂમિકામાં, કૈઝાદ કોર્પોરેટ બેન્કિંગ, PSU, કેપિટલ અને કોમોડિટી માર્કેટ્સ, નાણાકીય સંસ્થાઓ, કસ્ટડી, મ્યુચ્યુઅલ ફંડ્સ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર અને નાણાકીય પ્રાયોજક કવરેજ માટે જવાબદાર હતા.
આ પહેલા કૈઝાદ ભરૂચાએ કોર્પોરેટ બેંકિંગ, ઇમર્જિંગ કોર્પોરેટ ગ્રુપ્સ, બિઝનેસ બેંકિંગ, હેલ્થકેર ફાઇનાન્સ, એગ્રી લેન્ડિંગ, ટ્રેક્ટર ફાઇનાન્સિંગ, કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સ વગેરેની જવાબદારીઓ પણ સંભાળી હતી.