સાંતલપુરના છાણસરામાંં અંદાજીત કુલ વસ્તી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે તે દૂષિત છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાયછ છે જે પાણી પુરતું નથી અને તળાવમાં વિરડા ગાળી એ જ વિરડાનું દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે.
છાાણસરાના પૂર્વ સરપંચ રામશીભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પાણી આવતું નથી ધારાસભ્ય અને પાણી પુરવઠાને જણાવ્યું પણ કોઈ કંઈ સાંભળતા નથી ગામમાં પાણી માટે દરરોજ ઝઘડા થાય છે .પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે તેમાં પાણી આવતું નથી તો પાઇપલાઇનને શુ કરવાની? ગામના શનિભાઈ ઠાકોરે જણાવ્યું કે બે દિવસમાં 17 દીકરીઓના લગ્ન છે.