Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે મહત્ત્વનો ચુકાદો આપી પીજીવીસીએલને મૃતકના પરિવારજનોને રૂ.15 લાખ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. રાજકોટના મોટામવા, લક્ષ્મીના ઢોરા પાસે નવા બંધાઇ રહેલા મકાનમાં કડિયાકામ કરી રહેલા જયેશભાઇ નારણભાઇ બગડા નામના શ્રમિકનું 11 કે.વી.ની વીજલાઇનને અડી જતા જોરદાર કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.


પીજીવીસીએલની બેદરકારીને કારણે શ્રમિકના મોત બાદ મૃતકની પત્ની સોનલબેને એડવોકેટ દેસાઇ મારફતે સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ, રાજકોટ અને પશ્ચિમ ગુજરાત કં.લિ., બરોડા સામે દાવો દાખલ કર્યો હતો. એડવોકેટ દેસાઇએ ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ સાથે રજૂઆતમાં મૃતક યુવાનનું મોત પીજીવીસીએલની બેદરકારીને કારણે થયું છે. રહેણાક મકાનની સાવ નજીકથી 11 કે.વી.ની ઇલેક્ટ્રિક લાઇનને ઉપર લઇ જવા કે દૂર કરવા માટે મકાનમાલિક તેમજ મોટામવા ગ્રામપંચાયતે પીજીવીસીએલને લેખિતમાં અરજી અને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ યોગ્ય કાર્યવાહી નહીં કરતા શ્રમિકનો ભોગ લેવાયાનું જણાવ્યું હતું.