ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 10 મહિના જૂની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા 5 વિકેટથી જીત મેળવી અને બીજી બાજુ હવે જુદાં-જુદાં રિએક્શન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
અફઘાનિસ્તાન સાથે ભારતના જૂનાં અને મધુર સંબંધો રહ્યાં છે. ભલે જ ત્યાં તાલિબાને સત્તા પર કબજો જમાવી દીધો હોય, પરંતુ આજે પણ ત્યાંના લોકો સંકટ સમયે હિન્દુસ્તાનને યાદ કરે છે. એવામાં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું તો અફઘાનિસ્તાનના ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા. જે બાદ તેમને કોઈ વાતની ચિંતા ન કરી અને સીધા જ ટીવી પર લાઈવ ચાલી રહેલા મેચમાં હાર્દિક પંડયાને ચૂમી લીધો. આ જોઈને તેની સાથે બેઠેલાં બીજા અફઘાનીઓ પણ હંસી પડ્યા. હિન્દુસ્તાનની જીત પર અફઘાનિસ્તાનમાં મનાવી રહેલા જશ્નનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.