આણંદના 100 ફૂટ રોડ પરથી સોમવારે બપોરે પસાર થતાં ચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા ટેમ્પોમાં ભરેલા એસિડના કારબા પૈકીનો એક કારબો ફાટી જતાં એક કિમી સુધી એસિડ રોડ પર રેલાયો હતો. અેસિડથી ભીના થયેલા રોડ પર ચાર મહિલાના વાહન સ્લીપ ખાઇ જતાં શરીરે ઓછા વતા અંશે દાઝી ગઇ હતી.
ટેમ્પોમાં ભરેલો એસિડ રોડ પર રેલાયો
લાશ્કરોએ ટીમોએ પાણીનો મારો ચલાવીને રોડ પરથી એસિડ ધોઇ નાખ્યો હતો. આણંદ શહેરના 100 ફટ રોડ પર ભવનાથ મહાદેવ પાસેથી બપોરે 1-00 વાગ્યાબાદ એસિડ ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટેમ્પા ચાલકને બમ્પના દેખાતાં અચાકન જ ટેમ્પા ઉછળ્યો હતો. જેના કારણે ટેમ્પા મુકેલ એસિડ કારબો લીક થતાં ભવનાથ મહાદેવ લઇને ઓવરબ્રિજ સુધી એસિડ રોડ પર રેલાયો હતો. જેના કારણે 4 જટેલી ટુ વ્હીલર ચાલક મહિલા લપસ્યા હોવાના બનાવો બન્યા હતાં. જેમાં ઇજા થઇ હતી.