રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવ્યું હતું. બેંગલુરુએ સતત 6 મેચ હાર્યા બાદ મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદે સતત 4 જીત બાદ એક મેચ હારી છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શકી હતી.
RCB તરફથી વિરાટ કોહલી (51 રન) અને રજત પાટીદાર (50 રન) એ અડધી સદી ફટકારી હતી. કેમરૂન ગ્રીને 20 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 25 રનનું યોગદાન આપ્યું હતું. જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સ, ટી નટરાજન અને મયંક માર્કંડેને એક-એક વિકેટ મળી હતી. SRH તરફથી શાહબાઝ અહેમદે 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન પેટ કમિન્સ અને અભિષેક શર્માએ 31-31 રન બનાવ્યા હતા. ડેબ્યૂ કરનાર સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને કેમરૂન ગ્રીનને 2-2 વિકેટ મળી હતી.