અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉંમરલાયક પ્રમુખ જો બાઈડેને (80) મંગળવારે 2024ની ચૂંટણી માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી. વર્તમાન ઉપપ્રમુખ કમલા દેવી હેરિસ તેમના જોડીદાર હશે. બાઈડેને પોતાની દાવેદારીનું ત્રણ મિનિટનું ફ્રીડમ કેમ્પેઇન લૉન્ચ કરતા મતદારોને અપીલ કરી કે, આપણે અધૂરાં કામ પૂરાં કરવાના છે, પરંતુ વિવિધ પોલ પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટીના જ 50%થી વધુ મતદાર બાઈડેનને ફરી અમેરિકન પ્રમુખ તરીકે જોવા નથી માંગતા.
એનસીબીએ હાલમાં જ એક સરવેમાં અને અમેરિકાના કુલ મતદારોમાંથી 70% બાઈડેનના પક્ષમાં નથી. ઉપ પ્રમુખ કમલા હેરિસની લોકપ્રિયતાનું રેટિંગ પણ 48% થઈ ગયું છે. ટ્રમ્પ (76) ગયા વર્ષે નવેમ્બરમાં જ રિપબ્લિકન પાર્ટીમાંથી દાવેદારીની જાહેરાત કરી ચૂક્યા છે. જાણકારોના મતે, 2024ની પ્રમુખપદની ચૂંટણી ફરી એકવાર બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે થવાની શક્યતા છે.