ભારતે પહેલી T20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. ઇંગ્લિશ ટીમ 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ઝડપી બેટિંગ કરી અને 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ભારતીય ઓપનર અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 68 રન બનાવ્યા, જ્યારે જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. હવે બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નઈમાં રમાશે.
13મી ઓવરના પાંચમા બોલ પર તિલક વર્માએ માર્ક વુડ સામે ચોગ્ગો ફટકાર્યો. આ સાથે, ટીમે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. તિલક 19 રન બનાવીને અને હાર્દિક પંડ્યા 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 2 અને આદિલ રશીદે 1 વિકેટ લીધી.