ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે Fxગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સતત બે સદી ફટકારનાર તિલક વર્માએ બેટર્સની રેન્કિંગમાં 69 સ્થાનની મોટો છલાંગ લગાવી છે. હવે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ઓફ સ્પિનર વરુણ ચક્રવર્તીને 36 સ્થાન અને ઓપનર સંજુ સેમસનને 17 સ્થાનનો ફાયદો થયો છે. બોલિંગ રેન્કિંગમાં વરુણ 28માં અને સંજુ બેટિંગ રેન્કિંગમાં 22માં સ્થાને પહોંચી ગયો છે. T-20 બેટર્સ રેન્કિંગમાં ટોપ-10માં 3 ભારતીય તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ છે. જ્યારે બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય છે, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.
હાર્દિક લિવિંગસ્ટનથી આગળ નીકળી ગયો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની બીજી મેચમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ચોથી T20 મેચમાં તેણે 8 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જેના કારણે તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે.