અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસોને કારણે આગામી 72 કલાક સુધી સુદાનમાં ગૃહયુદ્ધ અટકેલું રહેશે. બીજી તરફ, 4,000 ભારતીયને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થઈ ચૂક્યું છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- પ્રથમ બેચમાં 278 ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આ માટે નૌકાદળનું જહાજ INS સુમેધા સુદાન પોર્ટથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થયું છે. ત્યાંથી આ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવશે.