ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. યાત્રાનું ચોથું ધામ બદ્રીનાથનાં કપાટ ખૂલી ગયાં છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામની બહાર સવારથી બરફ પડી રહ્યો છે. એમ છતાં પણ સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થઈ રહ્યા છે.
આ દરમિયાન આર્મીબેન્ડ ધૂન વગાડતું રહ્યું હતું અને લોકોએ જય બદ્રી વિશાલના નારા લગાવ્યા હતા. આ પહેલાં આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ હતી.