ગોંડલમાં ગત સપ્તાહે ગુલમહોર રોડ પર આવેલી શાળા નં - ૧ માં રસોડાની સામગ્રી અને કોમ્પ્યુટરનાં સામાનની ચોરીની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ હતી અને ચોરીનો માલ સામાન કેટલાક શખ્સો દ્વારા સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બાળ આરોપી સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાળામાં થયેલી ચોરીનો માલ સામાન સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પીએસઆઈ જે.યુ.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, મહેન્દ્રભાઈ, બાવકુભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ સહિતનાં સ્ટાફે દરોડો પાડી કાના કાળુભાઇ સોલંકી, રાકેશ ભરતભાઇ ચુડાસમા રહે.
બન્ને તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં અને એક બાળ આરોપીને પકડી કુલ 17,700 નો મુદામાલ કબ્જે કરી ઉપરોકત શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ એક બાળ આરોપી હોય તેની સામે જુવેનાઇલ અદાલતમાં કેસ ચલાવવાની કાર્યવાહી થશે.